માલપુર: માલપુરમાં ભાજપના કાર્યકર પર હુમલો – અદાવતમાં ગંભીર મારપીટના આક્ષેપો.
માલપુર ખાતે ભાજપના કાર્યકર બિપીન ચૌધરી પર હુમલાની ગંભીર ઘટના સામે આવી છે.ભાજપના એક નેતા અને અન્ય બે વ્યક્તિઓએ હુમલો કર્યો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે.હુમલાખોરોએ બિપીન ચૌધરીને ઢોરમાર મારી મોબાઈલ છીનવી લીધા હતા.હાલ તેઓ માલપુર સાર્વજનિક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.આક્ષેપ મુજબ બિપીન ચૌધરીએ નિર્ભયસિંહ રાઠોડના ભ્રષ્ટાચાર મુદ્દે કલેક્ટર તથા ડીડીઓ સુધી રજૂઆત કરી હતી. આ અદાવતમાં જ હુમલો કરવામાં આવ્યો હોવાની વાત સામે આવી. અગાઉ પણ પર બે વાર હુમલા થયા હતા