રાજકોટ પૂર્વ: રાજકોટમાં PMના જન્મદિવસે NSUIનો ઉગ્ર વિરોધ: આજના દિવસને બેરોજગારી દિવસ તરીકે ઉજવવાની માંગ કરાઈ
રાજકોટમાં આજે બપોરના સમયે વડાપ્રધાન મોદીના 75માં જન્મદિવસે NSUI દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં કોટેચા ચોક ખાતે NSUIના કાર્યકરો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ એકઠા થઈને આજના દિવસને 'યુવા બેરોજગારી દિવસ' તરીકે ઉજવવાની માંગ કરી હતી. આ પ્રદર્શનમાં 'હાય રે ભાજપ હાય હાય' અને મોદી વિરોધી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. જોકે NSUIનાં આગેવાનો અને કાર્યકરો ચક્કાજામ કરે તેની પહેલા જ પોલીસ દ્વારા આ તમામની ટીંગાટોળી કરીને અટકાયત કરવામાં આવી