22 ઓક્ટોબરના રોજ બપોરે 3:30 કલાકે નોંધાયેલી ફરિયાદ મુજબ ગઈકાલે જે દૂધના ફેટ અને પાવતી મામલે થયેલા ઝઘડામાં કોમ્પ્યુટર ઓપરેટરે 3 ઈસમો સામે અપશબ્દો બોલી માર મારવાના મામલે ફરિયાદ આપી છે. સમાધાનની વાતો ચાલતી હતી પણ ફરી મામલો બગડતા મારામારી થઈ હતી અને અમુક લોકોને ઈજાઓ થતાં વડનગર સારવાર માટે પણ ખસેડવા પડ્યા હતા. સમગ્ર મામલે 2જી ફરિયાદ થતાં પોલીસે ગુનો દાખલ કર્યો છે.