સરથાણા પોલીસ મથકમાં વર્ષ 2017 માં લૂંટ વિથ ધાડ નો ગુન્હો નોંધાયો હતો.માતા પિતા અને ભાઈ પર આરોપીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.હુમલો કરી સોના ચાંદીના દાગીનાની લૂંટ ચલાવવામાં આવી હતી.જે ઘટનામાં આઠ જેટલા આરોપીઓ ની અગાઉ ધરપકડ કરવામાં આવી હતી.જ્યારે ઘટનામાં શામેલ સુનિલ સારેલ નામનો શખ્સ 8 વર્ષથી પોલીસ પકડથી ફરાર હતો.જે આરોપીની જામનગર ના વંનથલી ખાતેથી ધરપકડ કરી વધુ તપાસ ક્રાઈમ બ્રાન્ચે હાથ ધરી છે.