માણસા: છેલ્લા ત્રણ વર્ષથી છેતરપિંડીના ગુનામાં નાસતા ફરતા મહિલા આરોપીને ઝડપી પાડતી માણસા પોલીસ
વર્ષ 2022માં નોકરી અપાવવાના બહાને ઠગાઈ કરનાર મહિલા આરોપી સરોજબા મહેન્દ્રસિંહ રહેવર પાલનપુર સબ જેલ ખાતે હોવાની બાતમી માણસા પોલીસને મળી હતી. જે બાતમીના પગલે પોલીસે પાલનપુર સબ જેલમાંથી ટ્રાન્સફર વોરન્ટના આધારે ઉપરોક્ત મહિલાને ઝડપી પાડી હતી. જે મહિલાને માણસા પોલીસ મથકે લાવી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.