કમોસમી વરસાદના કહેર વચ્ચે મહેસાણાના ધારાસભ્ય એક્શનમાં: મુકેશ પટેલે ખેતરોમાં પહોંચી નુકશાની માહિતી મેળવી
Mahesana City, Mahesana | Oct 31, 2025
રાજ્યભરમાં છેલ્લા કેટલાક દિવસોથી પડેલા કમોસમી વરસાદે ખેડૂતોના ઊભા પાકનો સોથ વાળી દીધો છે, ત્યારે મહેસાણાના ધારાસભ્ય અને ભાજપના આગેવાન  મુકેશ પટેલે ખેડૂતોના હિતમાં તાત્કાલિક પગલાં લેવા માટે મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખ્યો છે. ધારાસભ્યએ મહેસાણા વિધાનસભા મતવિસ્તારના ખેડૂતોને થયેલા મોટા નુકસાન સામે સત્વરે વળતર અને સહાય ચૂકવવાની માંગ કરી છે.