સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા પાણીપુરી બાદ હવે ચાઇનીઝમાં વપરાતા મંચુરિયન નું ઉત્પાદન કરતા વેપારીઓ સામે તવાઈ બોલાવવામાં આવી છે.સોમવારે વિભાગ દ્વારા પનાસ ખાતે આવેલ વેપારીના ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા.જ્યાં અનહાઇજેનિક સ્થિતિમાં મંચુરિયન બનાવવામાં આવતા હોવાની હકીકત બહાર આવી હતી.જેથી તાત્કાલિક જથ્થો જપ્ત કરી પાલિકાએ દંડાત્મક કાર્યવાહી હાથ ધરી હતી.એટલું જ નહીં અસહ્ય ગંદકી મળી આવતા નોટિસ પણ ફટકારી હતી.