સાયલા: સાયલામાં 7.50 કરોડના ખર્ચે એનિમલ હોસ્પિટલનું ખાતમુહૂર્ત: 1000 પશુઓની સારવાર થશે, ICU-ઓપરેશન થિયેટર સહિતની આધુનિક સુવિધા
સાયલામાં અદ્યતન એનિમલ હોસ્પિટલનું નિર્માણ થવા જઈ રહ્યું છે. 2 એકર જમીનમાં રૂ. 7.50 કરોડના ખર્ચે આ હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.આ હોસ્પિટલ સુરેન્દ્રનગર અને આસપાસના 100 કિલોમીટરના વિસ્તારમાં પશુઓની સારવાર માટે ઉપયોગી બનશે આ ખાતમુહૂર્ત પ્રસંગે સાયલા મહાજન પાંજરાપોળના પ્રમુખ જીતુભાઈ શાહ, નરેન્દ્રભાઈ દુબલ, સાયલા સ્ટેટના ઠાકોર સાહેબ, સરપંચ અજયરાજસિંહ ઝાલા, ધારાસભ્ય કિરીટસિંહ રાણા અને જિલ્લા બ્લેકટ્રેપ ક્વોરી પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા