લાલપુર: લાલપુર ના નવા ગામમાં રહેતી એક પરિણીત યુવતી એકાએક લાપતા બની
જામનગર જિલ્લાના લાલપુરના નવાગામમાં રહેતી 36 વર્ષીય પરણીત ગીતાબેન ભટ્ટ છઠ્ઠી ઓગસ્ટ 2025ના રોજ દરેડ ગામમાં પોતાના માનેલા ભાઈ કાનાભાઈ પટેલના ઘરે રક્ષાબંધનના તહેવારની રાખડી બાંધવા માટેનું કહીને ઘેરથી નીકળી હતી. જે એકાએક લાપત્તા બની ગઈ હતી.તે આજ દિન સુધી ઘેર પરત ફરી નથી. જે પોતાની સાથે મોબાઈલ ફોન, પર્ષ, આધાર કાર્ડ વગેરે લઈને નીકળ્યા પછી ગુમ થઈ હતી