ધારી: બગસરા પોલીસ દ્વારા ૯૦૯ વિદેશી દારૂની બોટલોનો કાયદેસર નાશ...
Dhari, Amreli | Sep 24, 2025 બગસરા પોલીસ સ્ટેશનના સને.ઇ.સ. ૨૦૦૩ થી ૨૦૨૪ દરમ્યાન નોંધાયેલા કુલ ૧૦ પ્રોહિબિશન ગુન્હાઓમાંથી જપ્ત કરાયેલ ૯૦૯ વિદેશી દારૂની બોટલો, જેની કીંમત રૂ.૨,૬૨,૮૪૯/- થાય છે, તેનો કાયદેસર નાશ કરવામાં આવ્યો હતો. અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાતે પણ જરૂરી સૂચનાઓ આપી હતી. ધારી ડિવિઝનના મદદનીશ પોલીસ અધિક્ષક જયવીર ગઢવીએ આ અંગે યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું.જે અન્વયે તા.૨૩/૦૯/૨૦૨૫ ના રોજ સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ બગસરા, મદદનીશ પોલીસ અધિક્ષકઉપસ્થિતિમાં કરાયોનાછે.