શ્રી રામજી મંદિર તથા ગ્રામ સુધારણા સાર્વજનિક ફંડ, વાસદ દ્વારા સંચાલિત વાસદ શાક માર્કેટનો ગાયત્રી હવન સાથે સાંસદશ્રી મિતેષભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં નાની બાળકીઓના વરદ હસ્તે ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો.આ શુભ પ્રસંગે નેસ્ટના ચેરમેનશ્રી ભાસ્કરભાઈ પટેલ, મંત્રીશ્રી ભાવેશભાઈ પટેલ, શ્રી રામજી મંદિર ટ્રસ્ટના ચેરમેનશ્રી અજયભાઈ પટેલ, સેક્રેટરીશ્રી અલ્પેશભાઈ પટેલ, નેસ્ટના ટ્રસ્ટીશ્રીઓ, શ્રી રામજી મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રીઓ, ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા