શહેરના હરિનગર બ્રિજ પાસેની ઘટના હાલ ચર્ચાનો વિષય બની છે.અહીંયા માથાભારે યુવક બપોરના સમયે તોફાને ચડ્યો હતો.યુવકે બેફામ ગાળો બોલી વિસ્તારને બાનમાં લીધો હતો.યુવકે પથ્થર વળે બાઈકની તોડફોડ પણ કરી હતી.સમજાવટ માટે આવેલી મહિલા પર યુવકે હુમલાનો પ્રયાસ કર્યો હતો.બેકાબુ બનેલા યુવક ને કારણે વિસ્તારમાં નાસભાગ મચી હતી.યુવકની કરતૂત ના વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.