માલપુર: માલપુર તાલુકામાં ભાથીભાઈ ખાંટને કોંગ્રેસ તાલુકા સંગઠન પ્રમુખ તરીકે પસંદગી, કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ.
માલપુર કોંગ્રેસ મહાસમિતિ દ્વારા ભેમપોળા કોલોનીના અનુભવી ભાથીભાઈ સરદારભાઇ ખાંટ ને તાલુકા કોંગ્રેસ સંગઠન પ્રમુખ તરીકે પસંદ કરવામાં આવ્યો છે.ભાથીભાઈ સરપંચ અને ડેલીગેટ તરીકે લાંબા સમયનો અનુભવ ધરાવે છે અને તેમના પ્રમુખપદ પર પહોંચતાં જ તેમણે કોંગ્રેસ નેતાઓ અને કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો.પદના ઘોષણાના દિવસે જ તાલુકાના કાર્યકરોમાં ખુશી અને ઉત્સાહનું વાતાવરણ સર્જાયું. કાર્યકરો દ્વારા મીઠાઈ વહેંચી ઉજવણી કરવામાં આવી છે.