ખેરાલુના વિઠોડા ગામે નવીન લાઈબ્રેરીનું મહાનુભાવોના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. નામી અનામી દાતાઓના દાનથી નિર્માણ થયેલ લાઈબ્રેરીથી વિઠોડાના વિદ્યાર્થીઓને મોટો ફાયદો થશે. આ પ્રસંગે પાલનપુરના જિલ્લા નાયબ પ્રાથમિક શિક્ષણાધિકારી ભરતદાન ગઢવી,નિવૃત્ત RTO ઓફિસર જગદીશ ચૌધરી,જાણિતા બિલ્ડર મનોજ પ્રજાપતિ,કેળવણી મંડળના ટ્રસ્ટીઓ તેમજ દાતાઓ પણ હાજર રહ્યા હતા.