ઓટોરિક્ષામાં બેઠેલા પેસેન્જર ની નજર ચૂકવી મોબાઈલ સહિત કીમતી સામાનની ચોરી કરતી ગેંગના બે આરોપીઓની ઉત્રાણ પોલીસે ધરપકડ કરી છે.સોમવારે ઉત્રાણ પોલીસે આપેલી માહિતી મુજબ,અમિત સોલંકી અને દીપક ઘરોળિયા ને ઓટોરિક્ષા સાથે પોલીસે ઝડપી પાડ્યા હતા.જેની ઝડતી લેતા ચોરીના બે મોબાઇલ મળી આવ્યા હતા.જે ઉત્રાણ વિસ્તારમાંથી રીક્ષામાં બેઠેલા પેસેન્જર ની નજર ચૂકવી ચોરી કર્યાની કબુલાત કરી હતી.જ્યાં એક ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો હતો.જ્યાં આગળની કાર્યવાહી ઉત્રાણ પોલીસે હાથ ધરી.