જૂનાગઢ: તાલુકાના બલિયાવડ ગામને પોલીસ અને ઉદ્યોગ સુરક્ષા જૂથ દ્વારા દત્તક લેવાયું
શહેર પોલીસ અને ઉદ્યોગ સુરક્ષા જૂથ દ્વારા જૂનાગઢના બલિયાવડ ગામને દત્તક લેવામાં આવ્યું છે. સરકારી 'ગામ દત્તક યોજના અંતર્ગત આ પહેલનો મુખ્ય હેતુ ગામના યુવાનોને કારકિર્દી અને આરોગ્ય વિશે માર્ગદર્શન આપવાનો છે. આ ઉપરાંત, ગામને પ્લાસ્ટિક મુક્ત બનાવવાની અને તબીબી તપાસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.