ભાવનગર શહેરના કુંભારવાડા મોતી તળાવ વિસ્તારમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચે ટીમ દ્વારા ડ્રોન કેમેરાની મદદથી જુગાર રમતા શખ્સોને ઝડપી લીધા હતા. લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે, કુંભારવાડા મોતી તળાવ વિસ્તારમાં કેટલાક ઈસમો જાહેરમાં જુગાર રમી રહ્યા છે. ત્યારે પોલીસે ડ્રોન કેમેરાની મદદથી જુગાર રમતા શખ્સોને શોધી કાઢ્યા હતા. અને રેડ કરી જાહેરમાં જુગાર રમતા શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. જે અંગેના ડ્રોન વિડિયો સામે આવ્યા હતા.