જિલ્લામાં આગામી ત્રણ કલાક વરસાદને લઈ રેડ એલર્ટ આપવામાં આવ્યુ
Palanpur City, Banas Kantha | Jun 21, 2025
હવામાન વિભાગે રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરી છે. આગામી સાત દિવસ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે, જોકે શરૂઆતના દિવસોમાં વરસાદનું જોર ઓછું રહેશે. એ બાદ વરસાદની તીવ્રતામાં સામાન્ય વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો આગામી ત્રણ કલાક એટલે કે 10 વાગ્યા સુધી બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠામાં રેડ એલર્ટ અપાયું છે.