ભરૂચ: ભરૂચ નગરપાલિકા દ્વારા અંદાજિત 76 લાખના ખર્ચે ફાટા તળાવ ખાતે બનનાર રોડનું જિલ્લા ભાજપ પ્રમુખે ખાતમુહૂર્ત કર્યું.
વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા અને દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખે ભરૂચ શહેર ખાતે ભક્તેન્વર મહાદેવ મંદિર ખાતે શિવજીની પૂજા કરી મોદીજીના દીર્ઘઆયુષ્ય માટે પ્રાર્થના કરી તથા સ્વચ્છતા હી સેવા અંતર્ગત શ્રમદાન કર્યું અને ભરૂચ નગરપાલિકા દ્વારા અંદાજિત 76 લાખના ખર્ચે ફાટા તળાવ ખાતે બનનાર રોડનું ખાતમુહૂર્ત કર્યું.