સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં આજ રોજ ટેકાના ભાવની મગફળી ખરીદી દરમિયાન ખેડૂતોને મુશ્કેલીઓ આવી રહી હતી. ફરિયાદ મુજબ 20 કિલો બદલે 36 કિલોની ભરતી કરવામાં આવી રહી હતી. આ માહિતી મળતા આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ નિકુંજભાઈ સાવલિયા યાર્ડે પહોંચ્યા અને તંત્રને રજૂઆત કરી.