યુરિયા ખાતરની અછતથી કપડવંજ વિસ્તારમાં ખેડૂતોની લાઇનો લાગી.છેલ્લા કેટલાક સમયથી ખાતરની અછતથી ખેડૂતો પરેશાન થતાં હોવાનો ખેડૂત અગ્રણીનો આક્ષેપ.સમયસર ખાતર ન મળવાથી દૈનિક આર્થિક નુકસાન પણ થતું હોવાનું જણાવ્યુંમર્યાદિત સ્ટોક મળતો હોવાથી દુકાનદારો પણ પરેશાન જ્યારે ખેડૂતને ખાતર ન મળવાથી નિરાશ થયા છે. ત્યારે સત્વરે સરકારને ખાતર પૂરું પાડવા ખેડૂતો દ્વારા માંગ કરાઈ રહી છે.