જુનાગઢ તાલુકાના ખડીયા ગામે ભાજપ જીલ્લા પ્રમુખ ચંદુભાઈ મકવાણાના અધ્યક્ષસ્થાને ગામના આગેવાનો સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. આ બેઠકમાં ગામના સર્વાંગી વિકાસ, જનસમસ્યાઓ અને ભવિષ્યની વિકાસ યોજનાઓ અંગે વિસ્તૃત અને સકારાત્મક ચર્ચા કરવામાં આવી. બેઠક દરમિયાન પાણી, રસ્તા, સ્વચ્છતા, શિક્ષણ અને આરોગ્ય જેવી મૂળભૂત સુવિધાઓને વધુ મજબૂત બનાવવા અંગે સૂચનો રજૂ થયા. ગ્રામજનોએ પોતાની સમસ્યાઓ ખુલ્લા દિલથી રજૂ કરી, જેને ગંભીરતાથી સાંભળવામાં આવી.