જૂનાગઢ: ગિરનાર પર પ્રતિમા ખંડિત થવા મામલે હરિયાણામાં સંતોની બેઠક, ગૌરક્ષનાથની મૂર્તિ ખંડિત કરવા મામલે ઉચ્ચસ્તરીય તપાસની માંગ
જૂનાગઢના પવિત્ર ગિરનાર પર્વત પર આવેલા ગુરુ ગૌરક્ષ નાથની પ્રતિમા ખંડિત થવાની ચોકાવનારી ઘટનાના ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. આ કૃત્ય ને કારણે સાધુ-સંતો અને સનાતનીઓમાં ભારે રોષ વ્યાપી ગયો છે. આ ગંભીર ઘટનાને લઈ આજે હરિયાણામાં નાથ સંપ્રદાયના સંતોની એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી. આ બેઠકમાં રાજસ્થાનના MLA યોગી બાલકનાથ બાપુ સહિત દેશભરના અગ્રણી સંતો હાજર રહ્યા હતા.