ધાંગધ્રા શહેરના મોચીવાડ વિસ્તારમાં આવેલ રેલવેના નાણા નીચે શુક્રવારે રાત્રે એક મોટી દુર્ઘટના ટળી ગઈ હતી કચ્છ તરફથી આવી બોડેલી તરફ જતી ડબલ માળની એસટી બસ (રજી. નં. GJ-18-Z-7595) રેલવેના નીચા નાણાં નીચે ફસાઈ જતાં બસમાં સવાર મુસાફરોના જીવ અધર થઈ ગયા હતા માહિતી મુજબ બસ ધાંગધ્રા એસટી ડેપોથી નીકળી હતી અને મોચીવાડ વિસ્તારમાં રેલવેના નાણાં નીચે પસાર થવા જતા સેફ્ટી ગાર્ડ સાથે અથડાઈ ફસાઈ ગઈ હતી ઘટનાના સમયે બસમાં મોટી સંખ્યામાં મુસાફરો સવાર હતા