ઉધના: સુરત:ભારતીય મહિલા ટીમ વર્લ્ડકપ જીતે તો દરેક સભ્યને હીરા જ્વેલરી અને સોલાર પેનલની ભેટની જાહેરાત
Udhna, Surat | Nov 2, 2025 ભારતીય મહિલા ક્રિકેટ ટીમ જો વુમન્સ વર્લ્ડ કપની ફાઈનલ મેચ જીતશે તો ગુજરાતના સુરતના બે અગ્રણી હીરા ઉદ્યોગપતિઓએ ટીમના દરેક સભ્યને બે વિશેષ ભેટ આપવાની જાહેરાત કરી છે. આ જાહેરાતથી ખેલાડીઓનું મનોબળ વધારવા અને તેમને શ્રેષ્ઠ પ્રદર્શન માટે પ્રોત્સાહિત કરવાનો અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે.સુરત સ્થિત શ્રી રામ ક્રિષ્ના ડાયમંડ કંપની (SRK)ના માલિક ગોવિંદ ધોળકિયા અને જયંતીભાઈ નારોલા દ્વારા આ પ્રોત્સાહક ઇનામની જાહેરાત કરવામાં આવી છે.