સોનગઢ: તાપી જિલ્લા પોલીસ દ્વારા સરદાર પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય ‘રન ફોર યુનિટી’નું આયોજન
Songadh, Tapi | Oct 31, 2025 સરદાર વલ્લભભાઇ પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે તાપી જિલ્લા પોલીસ દ્વારા રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે ભવ્ય *‘રન ફોર યુનિટી’*નું આયોજન કરવામાં આવ્યું. આ દોડમાં પોલીસ અધિકારીશ્રીઓ, કર્મચારીઓ, વિદ્યાર્થીઓ તેમજ સ્થાનિક નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ દેશની એકતા, અખંડિતતા અને સૌહાર્દના સંદેશને વધુ મજબૂત બનાવવાનો હતો.