વિસનગર: ક્ડા ચાર રસ્તાથી મહેસાણા સુધી રોડ પર વાહન ચાલકો માટે સારા સમાચાર
વિસનગર શહેરના કડા ચાર રસ્તાથી કમાણા ચોકડી થઈને મહેસાણા ચાર રસ્તા સુધીના ૧.૩૦૦ કિલોમીટરના ફોરલેન રોડ પર માર્ગ અને મકાન વિભાગ દ્વારા રિસર્ફેસિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. લાંબા સમયથી ખરાબ થયેલા આ રોડ પર ફરીથી કામ શરૂ થતાં સ્થાનિક શહેરીજનોએ રાહત અને ખુશીની લાગણી વ્યક્ત કરી છે.