પુણા યોગીચોક વિસ્તારમાંથી 80 કિલો માખણ નો શંકાસ્પદ જથ્થો જપ્ત,sog અને પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગની તપાસ
Majura, Surat | Oct 14, 2025 શહેર sog અને પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગની ટીમે પુણા સ્થિત યોગીચોક વિસ્તારમાં બે અલગ અલગ ડેરીઓમાં છાપો માર્યો હતો.જ્યાંથી શંકાસ્પદ 80 કિલો માખણ નો જથ્થો જપ્ત કરી તપાસ અર્થે પાલિકાની પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવ્યાં હતા.સૌરાષ્ટ્ર ડેરી અને ખોડિયાર ડેરીમાં માહિતી ન આધારે આ તપાસ કરવામાં આવી હતી.જે સેમ્પલ નો રિપોર્ટ સબ સ્ટાન્ડર્ડ જણાઈ આવશે તો sog અને પાલિકાની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.