વડોદરા પૂર્વ: દિલ્લી મુંબઈ એક્સપ્રેસ વે પરથી ડીઝલ ચોરી કરતી ગેંગ ઝડપાઈ, ગુજરાતભર માં હાઈવે પર પાર્ક કરેલા વાહનો માંથી ડીઝલ ચોરતા હતા
વડોદરા જિલ્લાની કરજણ પોલીસે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ટેન્કરોમાંથી ડીઝલ ચોરતી ચાર સભ્યોની ગેંગને ઝડપી પાડી છે. આ ગેંગના સભ્યો વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના વિવિધ ગામોના રહેવાસી છે અને તેમની પાસેથી ડીઝલ ભરેલા કારબા, ખાલી કન્ટેનર, પાઇપ તેમજ ટાંકી તોડવાના સાધનો મળી આવ્યા છે.