ડીસા: ભીલડીના ગાયત્રી સોસાયટીમાં ચાતુર્માસ પરિવર્તનનો પ્રસંગ યોજાયો....!
ડીસાના ભીલડી ખાતે આગમવિશારદ પરમ પૂજ્ય આચાર્યદેવ વિજય તપોરત્ન સૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પૂજ્ય ગણિવર્ય કલ્પરક્ષિત વિજયજી મહારાજ સાહેબ અને પૂજ્ય મુનિરાજ જ્ઞાનરક્ષિત મહારાજ સાહેબ બિરાજમાન થયા હતા. તેઓનું ચાતુર્માસ પુર્ણ થતાં પરિવર્તન પ્રસંગ યોજાયો હતો. વહેલી સવારે શ્રાવક, શ્રાવિકા સાજન-માજન, ઢોલ, શરણાઈ, છાબ સહિત સકલ ચતુર્વિધ સંઘ સહ શત્રુંજ્ય પટ દર્શન, ભાવયાત્રા, યોજાઈ હતી.