ગાંધીનગર: ગાંધીનગર સરગાસણની મહિલા સાથે રૂ.32.91 લાખની ફેશન શો ના નામે છેતરપીંડી
ગાંધીનગરના સરગાસણ ખાતે ફ્લેપર-1 ફેશન પ્રા.લી. નામની કંપની હેઠળ વુમન્સ-વેરના પ્રિમીયમ કપડા બનાવી B2B બિઝનેશ કરતી 37 વર્ષીય મહિલાને લંડન ફેશન શોમાં ભાગ લેવડાવવાના બહાને વિશ્વાસમાં લઈ 32.91 લાખનું ફુલેકું ફેરવવામાં આવતા ઇન્ફોસિટી પોલીસે દિલ્હીની મહિલા સહિત બે વિરુદ્ધ ઠગાઈનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે. બિઝનેસ વુમનનો ઓનલાઇન સંપર્ક ગૌરવ મંડલ સાથે થયો. ગાંધીનગર પોલીસે ગુન્હો નોંધી વધું આગળની તપાસ હાથ ધરી છે.