સોડાપુર પાસે ટ્રકની ટક્કરે બાઈકચાલકનું મોત નિપજયું.....!
Deesa City, Banas Kantha | Nov 11, 2025
ડીસા તાલુકાના દાંતીવાડા કુચાવાડા રોડ પર સોડાપુર ગામ પાસે એક ટ્રક નંબર GJ ૩૧ T ૮૯૦૪ ના ચાલકે પૂર ઝડપે હંકારે બાઈક નંબર GJ ૦૧ UL ૭૭૮૫ ના ચાલક અલ્પેશ કાંતિભાઈ ભીલેયા વાલા ને ટક્કર મારતા ગંભીર રીતે ઘાયલ થયેલ અલ્પેશ ભીલેચાનું મોત થયું હતું. જે અકસ્માતની જાણ ડીસા તાલુકા પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી મૃતકના પિતાની ફરિયાદના આધારે ટ્રક ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી....