અડાજણ: સુર લસકાણામાં RTO.APKની લિંક મોકલી ૧ લાખની ઠગાઈ
Adajan, Surat | Oct 12, 2025 આરટીઓ ચલણની એપીકે ફાઈ લ ડાઉનલોડ કરાવી છેતરપિંડીના બનાવો જારી રહ્યા છે. સુરતનમાં લસકાણાના રત્નકલાકારનો મોબાઈલ હેક કરી ભેજાબાજે ૧.૨૮ લાખ ઉપાડી લીધા હતા. જે અંગે સ્થાનીક પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી.અમરેલી કુકાવાવ ઢુંઢીયા પીપળીયા ગામના વતની હરસુખભાઈ ભીખુભાઈ પટોળીયા સુરતમાં લસકાણા ગઢપુર રોડ સિદ્ધિવિનાયક સોસાયટીમાં રહે છે.ગત ૧૯ ઓગસ્ટની રાત્રે હરસુખભાઇ ઘરે હાજર હતા ત્યારે અજાણ્યા નંબર પરથી વોટ્સએપ ઉપર આરટીઓ ચલણની એપીકે ફાઈલ આવી હતી.