આજે તારીખ 26/11/2025 બુધવારના રોજ સાંજે 6 કલાક સુધીમાં પોલીસ ફરિયાદ નોંધાઇ.પેટ્રોલીંગ દરમિયાન મળેલ ખાનગી બાતમીના આધારે પોલીસે વિદેશી દારૃ જપ્ત કર્યો. દાહોદ એ ડિવિઝન અને રૂરલ પોલીસ દ્વારા રહેણાંક મકાનમાંથી અને રાહદારી પાસેથી તેમજ ટેમ્પામાં હેરાફેરી કરાતો વિદેશી દારૂ જપ્ત કર્યો. જેમાં પોલીસે કુલ 6,307 રૂપિયાના દારૂ અને કુલ 3,06,307 રૂપિયાનો મુદામાલ સાથે 2 આરોપીની અટકાયત કરી કુલ 3 ઇસમો વિરુદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી.