તમામ પુરાવાઓ અને રજૂઆતોનું સાવચેતીપૂર્વક અવલોકન કર્યા બાદ એજયુડીકેટીંગ ઓફીસર તથા નિવાસી અધિક કલેકટરશ્રી ઋતુરાજ દેસાઈ, આણંદની કોર્ટ દ્વારા ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-૨૦૦૬ના ભંગ બદલ કલમ-૫૦ અને ૫૧ મુજબ દંડ ફટકારવાનો હુકમ કરવામાં આવ્યો છે. જેમાં સુંદર કાઠીયાવાડી, આણંદને રૂ. ૨૫,૦૦૦/-, રાણા જીવણલાલ મણીલાલ, ખંભાતને રૂ. ૧,૭૫,૦૦૦/- તથા સહયોગ રેસ્ટોરન્ટ, આણંદને રૂ. ૧,૦૦૦,૦૦/- નો દંડ કરવામાં આવ્યો છે.