સુરત શહેરના રાંદેર વિસ્તારમાં રહેતી અને શાકભાજી વેચવાનું કામ કરતી મહિલાને શાકભાજી વેચતો જ એક યુવક ભટકાઈ ગયો હતો અને તેને લગ્નની લાલચ આપી ત્રણ વર્ષ સુધી તેનું શારીરિક શોષણ કરી તેમની પાસે ટુકડે ટુકડે હાથ ઉછીના કુલ રૂપિયા છ લાખ પચાવી પાડી લગ્ન નહીં કરી યુવકે તેને તરછોડી ફરાર થઈ ગયો હતો. જેથી આખરે ભોગ બનનાર મહિલાએ રાંદેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે છેતરપિંડીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.