આજે તારીખ 18/10/2025 શનિવારના રોજ બપોરે 3 કલાકે આ મીટિંગમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. મેડિકલ ઓફિસર દ્વારા દિવાળી દરમ્યાન સ્વચ્છતા, દવા પુરવઠો, ઈમરજન્સી સેવા તેમજ આરોગ્ય સંબંધિત જરૂરી સૂચનાઓ આપવામાં આવી.સાથે જ તહેવારના દિવસોમાં લોકોના આરોગ્યને ધ્યાનમાં રાખી તબીબી ટીમો સતર્ક રહે તેવી ચર્ચા પણ કરવામાં આવી.