ઉધનામાં યુવકને આંતરી મહિલા સહિત બે ઈસમોએ ચલાવી 40 હજારની લૂંટ,એક આરોપીની ધરપકડ કરી ગુનાનો ભેદ ઉકેલ્યો
Majura, Surat | Nov 4, 2025 23 ઓક્ટોબરે ગેસના બાટલાની ઉઘરાણી કરવા જઈ રહેલા યુવકને આંતરી ઓટો રીક્ષામાં સવાર મહિલા સહિત બે ઈસમોએ રૂપિયા 40 હજારની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા.મારું પર્સ તારી પાસે છે, કહી લૂંટ ની ઘટનાને અંજામ આપ્યો હતો.જે અંગે ઉધના પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી.દરમ્યાન ગુન્હામાં સંડોવાયેલા આરોપી હુસૈન શેખને મંગળવારે ઉધના પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.ગુન્હામાં વપરાયેલી ઓટો રિક્ષા સહિત રોકડ રકમ ની મત્તા પણ જપ્ત કરવામાં આવી હતી.