મહુવા અનાવલ સ્ટેટ હાઇવે પર વસરાઈ દિશા ઢોડીયા સમાજ ભવનના ગેટ નજીક એક ફોર વિલર હાઇવે ઉપર થી પસાર થઈ રહી હતી તે અરસામાં અચાનક રોડની સાઈડમાંથી ભેંસનું બચ્ચું દોડી આવ્યું હતું અને ભયાનક અકસ્માત સર્જાયો હતો અકસ્માત એટલો ગંભીર હતો કે ફોર વિલર કાર માં એરબેગ પણ ખુલી જવા પામી હતી જોકે અકસ્માતમાં મુંગા પશુ નું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.જ્યારે કારમાં સવાર તમામ નો આબાદ બચાવ થઈ જવા પામ્યો હતો જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.