કચ્છમાં હીટવેવ: પશુઓની સુરક્ષા માટે વહીવટીતંત્રની ખાસ એડવાઈઝરી કચ્છમાં વધતી ગરમીને ધ્યાને લઈ પશુપાલકોને પશુઓનું વિશેષ ધ્યાન રાખવા અપીલ કરવામાં આવી છે. પશુઓને સવારે ૧૧થી ૪ વાગ્યા સુધી બહાર ન કાઢવા, છાયડામાં રાખવા અને પૂરતું ઠંડું પાણી આપવા જણાવાયું છે. આહારમાં લીલો ચારો અને મિનરલ મિક્ચર ઉમેરવા તેમજ પશુઓના રહેઠાણ પર ઘાસ રાખવા સૂચન છે. વિગત ચાર વાગ્યે મળી હતી