ઉતરાયણના પર્વને લઈ પંચમહાલ જિલ્લામાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરી તથા ચાઇનીઝ તુક્કલના વેચાણ પર કડક કાર્યવાહી કરવા પોલીસ તંત્ર સજ્જ બન્યું છે.પંચમહાલ SOG પોલીસે મોરવા(હ) ના સંતરોડ વિસ્તારમાથી બાતમીના આધારે આરોપી મહેન્દ્રકુમાર બારીઆને ઝડપી પાડવામાં આવ્યો હતો.આરોપી પાસેથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીની રૂ.9600 ની 12 રીલો જપ્ત કરવામાં આવી છે. આ બાબતે મોરવા(હ) પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.