વિસનગર: યુવકને લાવારીસ બસ સ્ટેશન બોલાવી ત્રણ શખ્સોનો હુમલો
વિસનગરના લાવારીસ બસ સ્ટેશન પાસે જૂની અદાવતમાં એક યુવક પર ત્રણ શખ્સોએ ધોકા અને ગડદાપાટુ વડે હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. આ હુમલાના કારણે યુવકના પગના ઢીંચણના ભાગે ફ્રેક્ચર થયું છે. આ બનાવ અંગે યુવકે વિસનગર શહેર પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે ત્રણ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.