વલસાડ: નાનાસુરવાડા ગામ દરિયા કિનારે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના સહયોગ સાથે અતુલ લિમિટેડ દ્વારા સફાઈ અભિયાન હાથ ધરાયું
Valsad, Valsad | Sep 24, 2025 બુધવારના 4 કલાકે યોજાયેલા કાર્યક્રમ ની વિગત મુજબ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ વાપી કચેરીના સહયોગથી અતુલ લિમિટેડ દ્વારા વલસાડ તાલુકાના નાનાસુરવાડા ગામના દરિયા કિનારે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં અધિકારી કેબલ મહેતા વિરલ ચૌધરી અને અતુલ કંપનીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અને ભાગ લઈ અભ્યાનને સફળ બનાવ્યું હતું. અભિયાનમાં સમુદ્ર કાંઠે આશરે ૩૦૦ કિલો જેટલો પ્લાસ્ટિક વેસ્ટ ભેગો કરવામાં આવ્યો હતો.