ગોધરા: ગોધરાના રામસાગર તળાવના મધ્યમાં શ્રી રામ ભગવાનની વિશાળ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું
ગોધરાના રામસાગર તળાવના મધ્યમાં આવેલા બેટ પર ભગવાન શ્રી રામની 21 ફૂટ ઊંચી અને અંદાજે 3500 કિલો વજનની એલ્યુમિનિયમ પ્રતિમા સ્થાપિત થઈ છે. આશરે રૂ. 31 લાખના ખર્ચે બનાવાયેલ આ પ્રોજેક્ટ માટે મજબૂત ફાઉન્ડેશન તૈયાર કરાયું છે. પ્રતિમાનું અનાવરણ ધારાસભ્ય સી કે રાઉલજી દ્વારા કરવામાં આવ્યું. આ ભવ્ય પ્રતિમા ગોધરામાં ધાર્મિક આસ્થા સાથે પર્યટન આકર્ષણ તરીકે નવી ઓળખ ઉભી કરશે અને સ્થાનિક લોકો તેમજ પ્રવાસીઓ માટે મહત્વપૂર્ણ કેન્દ્ર બનશે.