આજથી રાશન ડીલરોની હડતાળ, જિલ્લાના 12 લાખ લોકોને અસર થશે
Mahesana City, Mahesana | Nov 1, 2025
દુકાન ઉપર જથ્થો મળ્યા બાદ ગુણવત્તા અને સ્ટોક બાબતે તકેદારી સમિતિના સભ્યોના બાયોમેટ્રિક વેરિફિકેશન લેવા અંગેનો 15 ઓક્ટોબરનો ઠરાવ રદ કરવો, કમિશનમાં પ્રતિ કિલો રૂ.3 અને મિનિમમ ગેરંટેડ કમિશનની રકમ વધારીને રૂ.30 હજાર કરવું સહિતની 20 જેટલી પડતર માગણીઓને લઈ, રાજ્યની સાથે મહેસાણા જિલ્લાની સસ્તા અનાજની દુકાનોના સંચાલકો પણ શનિવારે 1 નવેમ્બરથી હડતાળ પર જઈને વિતરણ વ્યવસ્થાથી અળગા રહેવાના છે.