આજે તારીખ 23/10/2025 ગુરુવારના રોજ સાંજે 4 કલાક સુધીમાં ઝાલોદના ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા દ્વારા યશોધરા કોલેજ રૂપાખેડા ખાતે નૂતન વર્ષ સ્નેહ મિલનનું ભવ્ય આયોજન: રાજ્ય કક્ષાના મંત્રી રમેશભાઈ કટારાનું કરાયું વિશેષ સન્માન.ઝાલોદ વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા દ્વારા નવા વર્ષના પવિત્ર અવસરે સ્નેહ, સદભાવના અને ભાઈચારાના વાતાવરણમાં એક ભવ્ય 'નૂતન વર્ષ સ્નેહ મિલન' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.