ઉત્તરાયણના તહેવાર પૂર્વે મહેસાણા જિલ્લામાં પ્રતિબંધિત નાયલોન અને ચાઇનીઝ દોરીના વેચાણ પર પોલીસે સકંજો કસ્યો છે. મહેસાણા તાલુકા પોલીસે ગુપ્ત માહિતીના આધારે કાર્યવાહી કરીને જાહેરનામાનો ભંગ કરીને પ્રતિબંધિત દોરીનું વેચાણ કરતા બે ઇસમોને ઝડપી પાડ્યા છે, જેમની પાસેથી મોટી સંખ્યામાં ચાઇનીઝ દોરીના રીલો મળી આવ્યા છે.