જામનગર ગ્રામ્યના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના પૂર્વ કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે સોશિયલ મીડિયા પર બદનામી કરવા બદલ બે ID ધારકો સામે સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. આ જ ID ધારકો સામે અગાઉ જામનગરના એક બિલ્ડર પિતા-પુત્રએ પણ બદનક્ષીની ફરિયાદ નોંધાવી હતી, જેના કારણે આ મામલે ભારે ચકચાર જાગી છે.