મુળી: સરલા ગામે ટ્રાફિક સેફ્ટી અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરાયું.
મુળી તાલુકાના સરલા સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા દ્વારા તાજેતરમાં "ટ્રાફિક સેફ્ટી અવેરનેસ" કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ તેમજ આસપાસના સમુદાયમાં માર્ગ સુરક્ષા અને ટ્રાફિક નિયમો અંગે જાગૃતિ ફેલાવવાનો હતો. કાર્યક્રમ દરમિયાન શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ટ્રાફિકના નિયમો, માર્ગ ચિહ્નો અને સુરક્ષાના પગલાંઓ અંગે માહિતીસભર અને દૃશ્યાત્મક પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું.