વડનગર: સબલપુર રોડ પરથી ગેરકાયદેસર શેર બજાર રમાડતા 3 ઈસમો ઝડપાયા
31 ઓક્ટોબરના રોજ બપોરે 12;15 કલાકે સામે આવતી પ્રેસનોટ મુજબ વડનગર પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે તાલુકાના સબલપુર રોડ પર કેટલાક ઈસમો ગ્રાહકોના કોંટેક્ટ મેળવીને ગેરકાયદેસર શેર બજારમાં રોકાણ કરાવી કમાઈ આપવાની ખાતરી આપી છેતરપિંડી કરી રહ્યા છે. પોલીસે તપાસ કરતા 3 ઈસમો 6 મોબાઈલ સાથે ઝડ્પાય જતાં પોલીસે તેઓની અટકાયત કરી ગુનો દાખલ કરાવ્યો છે, સમગ્ર રેડ દરમ્યાન વડનગર પીઆઈ એચ.એલ.જોશી અને તેમની ટીમની સરાહનીય કામગીરી સામે આવી છે...